/connect-gujarat/media/agency_attachments/5PErb413EtRt9mAWko3r.png)
Sun Sep 08 13:03:01 UTC 2024: ## સુપર વાવાઝોડું યાગી ચીનના હેનાન પ્રાંત પર ત્રાટક્યું, 4 લાખ લોકોને સ્થળાંતર કરવું પડ્યું
ચીનના દક્ષિણ ભાગમાં આવેલા હેનાન પ્રાંત પર શનિવારે સુપર વાવાઝોડું યાગી ત્રાટક્યું છે. 250 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે હેનાનના 4 લાખ લોકોને તેમના ઘરો છોડવાની ફરજ પડી છે.
વાવાઝોડાનું કેન્દ્ર બપોરે 2 વાગ્યે હેનાનના વેનચાંગ શહેરમાં ત્રાટક્યું. યાગી આ વર્ષનું બીજું સૌથી શક્તિશાળી તોફાન છે.
વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં લેતા, હેનાનમાં શાળાઓ, કોલેજો, રેલ અને બોટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પાર્ક પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
ચીનની સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ, વાવાઝોડું આવતા પહેલા જ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 4,19,367 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યા હતા.
આ સપ્તાહની શરૂઆતમાં ફિલિપાઈન્સમાં યાગીના કારણે 16 લોકોના મોત થયા હતા. ત્યારબાદ વાવાઝોડાની તીવ્રતા વધુ વધી હતી.
યાગી હેનાન અને ગુઆંગડોંગ પ્રાંતમાંથી થઈને બેઇબુ ગલ્ફ તરફ આગળ વધશે.